WhatsApp માં આવશે નવું Spoiler Message ફીચર, હવે ચેટ થશે વધુ સુરક્ષિત અને પ્રાઈવેટ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

WhatsApp પોતાના યુઝર્સ માટે એક વધુ પ્રાઈવસી ફીચર લાવવા તૈયારીમાં છે. મેટાની માલિકીની આ લોકપ્રિય મેસેજિંગ એપ ટૂંક સમયમાં “Spoiler Message” નામનું નવું ફીચર લોન્ચ કરી શકે છે, જે ચેટને વધુ ખાનગી અને સુરક્ષિત બનાવશે.

હાલમાં WhatsApp એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન જેવી સુરક્ષા સુવિધા આપે છે, પરંતુ હવે નવા Spoiler Message ફીચરથી યુઝર્સ ખાસ મેસેજને બ્લર કરીને મોકલી શકશે.

OTP અને પ્રાઈવેટ માહિતી મોકલવી બનશે વધુ સેફ

WhatsApp: આ નવા ફીચરની મદદથી યુઝર્સ OTP, પાસવર્ડ અથવા અન્ય સંવેદનશીલ માહિતી બ્લર કરીને મોકલી શકશે. મેસેજ રિસીવરને શરૂઆતમાં ઝાંખો દેખાશે અને તેને વાંચવા માટે મેસેજ પર ટેપ કરવું પડશે.

આ સુવિધા ખાસ કરીને પ્રાઈવસી અંગે સાવચેત યુઝર્સ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો :- IPL 2026 Qualifier 1 : ફાઈનલની ટિકિટ માટે RCB-GT વચ્ચે મહાસંગ્રામ, જાણો ધર્મશાલા પીચ રિપોર્ટ

Spoiler WhatsApp Message ફીચર કેવી રીતે કામ કરશે?

વોટ્સએપ અપડેટ્સ ટ્રેક કરતી WABetaInfo દ્વારા શેર કરાયેલા રિપોર્ટ મુજબ, આ ફીચરનો ઉપયોગ કરવો ખૂબ સરળ રહેશે.

ફીચરનો ઉપયોગ કરવા માટે:

  • પહેલું મેસેજ ટાઈપ કરવું
  • પછી તે મેસેજને સિલેક્ટ કરીને લાંબો સમય દબાવી રાખવો
  • ત્યારબાદ ત્રણ ડોટ મેનૂમાં જવું
  • ત્યાં “Spoiler” વિકલ્પ પસંદ કરવો

આ પછી મેસેજ બ્લર થઈ જશે અને રિસીવર તેને ટેપ કર્યા બાદ જ વાંચી શકશે.

ફોટો અને વીડિયો માટે પણ મળી શકે સપોર્ટ

રિપોર્ટ્સ મુજબ, ભવિષ્યમાં WhatsApp આ Spoiler ફીચરને ફોટો અને વીડિયો માટે પણ ઉપલબ્ધ બનાવી શકે છે. એટલે કે સંવેદનશીલ મીડિયા ફાઈલો પણ બ્લર કરીને મોકલી શકાશે.

પહેલા Beta Version માં આવશે ફીચર

હાલમાં આ ફીચર ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને ટૂંક સમયમાં Beta Testers માટે ઉપલબ્ધ થવાની શક્યતા છે. સફળ ટેસ્ટિંગ બાદ તેને તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.

Leave a Comment