Indian Premier League 2026 હવે તેના સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગયું છે. આજે 26 મેના રોજ ધર્મશાલાના Himachal Pradesh Cricket Association Stadium ખાતે પ્રથમ ક્વોલિફાયર મેચ રમાશે, જ્યાં Royal Challengers Bengaluru અને Gujarat Titans વચ્ચે ફાઈનલમાં સીધી એન્ટ્રી માટે કાંટાની ટક્કર જોવા મળશે. મેચ રાત્રે 7:30 વાગ્યે શરૂ થશે.
ટોપ-2 ટીમો વચ્ચે આર-પારની ટક્કર (IPL 2026 Qualifier 1)
IPL 2026 Qualifier 1: આરસીબીએ લીગ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કરીને પોઈન્ટ્સ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. બીજી તરફ ગુજરાત ટાઇટન્સે પણ સતત જીત સાથે પ્લેઓફમાં મજબૂત દાવેદારી નોંધાવી હતી. બંને ટીમો અત્યાર સુધી IPLમાં 8 વખત સામસામે આવી છે, જેમાં બંનેએ 4-4 મેચ જીતી છે.
ધર્મશાલા પીચ રિપોર્ટ
IPL 2026 Qualifier 1: ધર્મશાલાની HPCA પીચ સામાન્ય રીતે બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે, પરંતુ શરૂઆતના ઓવરોમાં ફાસ્ટ બોલર્સને સીમ અને બાઉન્સનો ફાયદો મળી શકે છે. બીજી ઇનિંગમાં ઝાકળ (Dew) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, જેના કારણે ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ પસંદ કરી શકે છે.
આ મેદાન પર છેલ્લા કેટલાક મુકાબલાઓમાં ચેઝ કરતી ટીમોને વધુ સફળતા મળી છે. બેટર્સ માટે આઉટફિલ્ડ ઝડપી હોવાથી બાઉન્ડરીઓ સરળતાથી આવી શકે છે.
હવામાન કેવી રહેશે?
IPL 2026 Qualifier 1: હવામાન વિભાગ અનુસાર મેચ દરમિયાન હળવા વરસાદની સંભાવના છે. જોકે સમગ્ર મેચ રદ થવાની શક્યતા ઓછી છે. ઠંડા વાતાવરણ અને પવનને કારણે બોલર્સને વધારાની મદદ મળી શકે છે.
આ પણ વાંચો :- દિવ્યાંકા ત્રિપાઠીના ઘરે ડબલ ખુશી! 41 વર્ષની ઉંમરે જોડિયા દીકરાઓને આપ્યો જન્મ
મેચના ગેમ ચેન્જર્સ
IPL 2026 Qualifier 1: Kohli આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે અને ઓરેન્જ કેપની રેસમાં આગળ છે. બીજી તરફ Shubman Gill અને Jos Buttler ગુજરાત માટે સૌથી મોટા મેચ વિનર સાબિત થઈ શકે છે.
બોલિંગમાં Bhuvneshwar Kumar અને Rashid Khan પર ખાસ નજર રહેશે.