Ishani Dave અને Shankus Entertainment ગુજરાતી સંગીતપ્રેમીઓ માટે એક ભવ્ય અને અનોખો લાઇવ અનુભવ લઈને આવી રહ્યા છે. “Badlaav: Chapter 1” નામના આ વિશેષ કોન્સર્ટ દ્વારા ગુજરાતી સંગીતને આધુનિક પ્રોડક્શન અને ઇમર્સિવ સ્ટોરીટેલિંગ સાથે નવી ઓળખ આપવામાં આવશે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતી સંગીત અને સંસ્કૃતિને વૈશ્વિક સ્તરની પ્રેઝન્ટેશન સાથે રજૂ કરવાનો છે, જેથી નવી પેઢી પણ પોતાની સંસ્કૃતિ સાથે વધુ સારી રીતે જોડાઈ શકે.
ગુજરાતી સંગીતનો મળશે નવો અનુભવ
“Badlaav: Chapter 1” માત્ર એક મ્યુઝિકલ શો નહીં પરંતુ એક સંપૂર્ણ સાંસ્કૃતિક અનુભવ તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. પરંપરાગત અને આધુનિક ગુજરાતી સંગીતને એક અનોખી સ્ટાઈલમાં રજૂ કરવામાં આવશે, જેમાં મ્યુઝિક, વિઝ્યુઅલ્સ અને સ્ટોરીટેલિંગનું ખાસ સંયોજન જોવા મળશે.
આ પ્રોજેક્ટ પાછળ લગભગ ચાર વર્ષનું આયોજન, ક્રિએટિવ ડેવલપમેન્ટ અને પ્રોડક્શન ડિઝાઇન કાર્ય કરવામાં આવ્યું છે. સાઉન્ડ ડિઝાઇન, સ્ટેજ પ્રોડક્શન અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ માટે હજારો કલાકોની મહેનત બાદ આ શોને તૈયાર કરવામાં આવ્યો છે.
ભવ્ય સ્ટેજ અને ટેક્નોલોજીનો સમન્વય
આ કોન્સર્ટમાં વર્લ્ડ-ક્લાસ પ્રોડક્શનનો અનુભવ કરાવવા માટે અનેક આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં:
- સ્ટેડિયમ ક્વોલિટી સાઉન્ડ સિસ્ટમ
- ઇમર્સિવ લાઇટિંગ
- વિશાળ એલઇડી સ્ક્રીન્સ
- સિનેમેટિક સ્ટેજ ડિઝાઇન
- સ્પેશિયલ ઇફેક્ટ્સ
જેવી સુવિધાઓ દર્શકોને એક અલગ જ દુનિયામાં લઈ જશે.
અમદાવાદમાં યોજાશે ભવ્ય કાર્યક્રમ
“Badlaav: Chapter 1” આગામી 6 જૂને Shankus Farm ખાતે યોજાશે. સંગીત, સંસ્કૃતિ અને આધુનિક ટેક્નોલોજીનું અનોખું સંયોજન ધરાવતો આ કાર્યક્રમ ગુજરાતી લાઇવ મનોરંજન ક્ષેત્રમાં એક નવો માપદંડ સ્થાપિત કરી શકે છે.
ગુજરાતી સંગીતપ્રેમીઓ માટે આ ઇવેન્ટ એક યાદગાર અને ઐતિહાસિક અનુભવ સાબિત થવાની શક્યતા છે.