Meta હવે AWS અને Azureને આપશે ટક્કર? Mark Zuckerbergનો AI અને Cloud Computing માટે મોટો પ્લાન

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Meta દ્વારા તાજેતરમાં હજારો કર્મચારીઓની છટણી કર્યા બાદ હવે કંપનીના આગામી મોટા પ્લાનને લઈને ચર્ચાઓ તેજ બની છે. કંપનીના CEO Mark Zuckerberg એ સંકેત આપ્યો છે કે Meta ટૂંક સમયમાં ક્લાઉડ કમ્પ્યુટિંગ અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માર્કેટમાં વધુ મજબૂત રીતે પ્રવેશ કરી શકે છે.

હાલમાં આ ક્ષેત્રમાં Amazon Web Services (AWS), Microsoft Azure અને Google Cloud જેવી કંપનીઓનું પ્રભુત્વ છે. પરંતુ હવે Meta પણ આ સ્પર્ધામાં જોડાવા તૈયાર દેખાઈ રહી છે.

Meta તરફ વધી રહી છે AI કંપનીઓની માંગ

માર્ક ઝુકરબર્ગે જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી ઘણી કંપનીઓ સતત Metaનો સંપર્ક કરી રહી છે. ખાસ કરીને AI ક્ષેત્રે કામ કરતી કંપનીઓ Meta પાસેથી કમ્પ્યુટિંગ પાવર અને API સેવાઓ મેળવવામાં રસ દાખવી રહી છે.

તેમણે જણાવ્યું કે લગભગ દર અઠવાડિયે અલગ-અલગ કંપનીઓ પૂછપરછ કરી રહી છે કે શું Meta તેમની માટે AI કમ્પ્યુટ ક્ષમતા ઉપલબ્ધ કરાવી શકે છે.

AI માટે Meta કરશે અબજો ડોલરનું રોકાણ

Meta આ વર્ષે AI આધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર અંદાજે $125 બિલિયનથી $145 બિલિયન સુધીનું રોકાણ કરવાની તૈયારીમાં છે. કંપનીનો ફોકસ હવે મોટા ડેટા સેન્ટર્સ, AI મોડેલ્સ અને હાઈ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગ સિસ્ટમ્સ પર છે.

AI ટેક્નોલોજીના વધતા ઉપયોગને કારણે સમગ્ર વિશ્વમાં શક્તિશાળી સર્વર્સ અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ ઝડપથી વધી રહી છે. ChatGPT, Gemini અને અન્ય AI ચેટબોટ્સ માટે વિશાળ કમ્પ્યુટિંગ પાવરની જરૂર પડતી હોવાથી ક્લાઉડ માર્કેટ વધુ સ્પર્ધાત્મક બનતું જઈ રહ્યું છે.

છટણી બાદ Metaનો નવો ફોકસ

Metaએ 20 મેના રોજ લગભગ 8,000 કર્મચારીઓને નોકરીમાંથી હટાવ્યા હતા. ઉપરાંત હજારો કર્મચારીઓને AI ટીમોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા અને અનેક ખાલી જગ્યાઓ પણ રદ કરવામાં આવી હતી.

કંપની હવે પોતાના વ્યવસાયને AI-કેન્દ્રિત બનાવવા પર ઝડપથી કામ કરી રહી છે. જોકે માર્ક ઝુકરબર્ગે સ્પષ્ટ કર્યું છે કે હાલ વધુ છટણી કરવાની કોઈ યોજના નથી.

બદલાઈ શકે છે ટેક ઈન્ડસ્ટ્રીનું સમીકરણ

અત્યાર સુધી Meta પાસે પોતાનો મોટો ક્લાઉડ કમ્પ્યુટિંગ બિઝનેસ નહોતો, જ્યારે AWS, Azure અને Google Cloud આ ક્ષેત્રમાં મજબૂત પોઝિશનમાં છે. પરંતુ જો Meta આ માર્કેટમાં સંપૂર્ણ રીતે પ્રવેશ કરે છે, તો ટેક ઈન્ડસ્ટ્રીમાં મોટો બદલાવ જોવા મળી શકે છે.

AIની વધતી સ્પર્ધા વચ્ચે હવે Metaનું આગામી પગલું સમગ્ર ટેક જગત માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :

Leave a Comment