ડિજિટલ દુનિયામાં એક મોટો બદલાવ આવવાનો છે. Meta એ હવે પોતાના લોકપ્રિય પ્લેટફોર્મ Facebook, Instagram અને WhatsApp માટે પ્રીમિયમ પેઇડ સબ્સ્ક્રિપ્શન પ્લાન્સ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ નવા પ્લાન્સ ખાસ કરીને એવા યુઝર્સ માટે બનાવવામાં આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહે છે અને એડવાન્સ ફીચર્સનો અનુભવ કરવા માંગે છે.
કંપનીએ આ નવા પ્લાન્સને Instagram Plus, Facebook Plus અને WhatsApp Plus નામ આપ્યા છે. આ સર્વિસ માટે યુઝર્સને દર મહિને નક્કી કરેલી ફી ચૂકવવી પડશે.
જાણો કયા પ્લાનની કેટલી કિંમત રહેશે?
મેટા દ્વારા જાહેર કરાયેલા નવા પ્લાન્સની કિંમત નીચે મુજબ રહેશે:
- Instagram Plus – $3.99 પ્રતિ માસ (આશરે ₹330)
- Facebook Plus – $3.99 પ્રતિ માસ (આશરે ₹330)
- WhatsApp Plus – $2.99 પ્રતિ માસ (આશરે ₹250)
આ સબ્સ્ક્રિપ્શન દ્વારા યુઝર્સને પ્રોફાઇલ કસ્ટમાઇઝેશન, પ્રીમિયમ સ્ટોરી ફીચર્સ, સુપર રિએક્શન અને ડીટેઇલ્ડ સ્ટોરી ઇન્સાઇટ્સ જેવી ખાસ સુવિધાઓ મળશે.
Meta શા માટે લાવી રહ્યું છે Paid Plans?
વિશ્વભરમાં સોશિયલ મીડિયા યુઝર્સનો ગ્રોથ હવે ધીમો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં Meta માત્ર જાહેરાત આધારિત આવક પર નિર્ભર રહેવા માંગતું નથી. કંપની હવે પ્રીમિયમ સર્વિસ દ્વારા નવા રેવન્યુ મોડલ તરફ આગળ વધી રહી છે.
આ પ્લાન્સ ખાસ કરીને Power Users, Content Creators અને Professional Users માટે વધુ ઉપયોગી સાબિત થશે.
Instagram Plusમાં મળશે ખાસ ફીચર્સ
Instagram Plus યુઝર્સ માટે કેટલાક ખાસ ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે:
- સ્ટોરી કેટલા લોકોએ ફરીથી જોઈ તેની વિગતવાર માહિતી
- અનલિમિટેડ ઓડિયન્સ લિસ્ટ બનાવવાની સુવિધા
- સ્ટોરીને 24 કલાકથી વધુ સમય સુધી Highlight કરવાની તક
- Viewer Listમાં દેખાયા વગર સ્ટોરી Preview જોવાની સુવિધા
- કોણ તમારી સ્ટોરી જોઈ રહ્યું છે તેની Advanced Search
WhatsApp Plusમાં મળશે Custom Themes અને Premium Stickers
WhatsApp Plusમાં મેસેજિંગ અનુભવને વધુ સ્માર્ટ બનાવવા માટે અનેક નવા વિકલ્પો મળશે:
- Custom App Themes
- Premium Stickers
- મનપસંદ Ringtone સેટ કરવાની સુવિધા
- વધુ Chats Pin કરવાની તક
- Advanced Chat Customization
Meta AI માટે પણ આવ્યા Premium Plans
Meta હવે AI આધારિત પ્રીમિયમ સર્વિસનું પણ ટેસ્ટિંગ શરૂ કરી રહી છે.
નવા AI પ્લાન્સ:
- Meta One Plus – $7.99 પ્રતિ માસ
- Meta One Premium – $19.99 પ્રતિ માસ
આ પ્લાન્સમાં હાઇ-ક્વોલિટી AI Image અને Video Generation, Advanced Logical Responses અને High Compute Query Support જેવી સુવિધાઓ મળશે.
Creators અને Business Users માટે ખાસ પ્લાન્સ
કન્ટેન્ટ ક્રિએટર્સ અને બિઝનેસ યુઝર્સ માટે પણ નવા પ્લાન્સ લોન્ચ કરવામાં આવશે.
Meta One Essential
- Verified Badge
- Identity Protection
- Advanced Linksheet Feature
Meta One Advanced
- Facebook Feedમાં પોસ્ટ Highlight
- Search Resultમાં Top Visibility
- Enhanced Reach અને Engagement
આ નવા અપડેટ્સ બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો અનુભવ વધુ પ્રીમિયમ અને પર્સનલાઇઝ્ડ બનશે. હવે જોવું રહ્યું કે યુઝર્સ આ Paid Subscription Modelને કેટલો સ્વીકાર આપે છે.