‘Animal’ની સફળતા પછી રણબીર કપૂરનો આખો ફોકસ નિતેશ તિવારીની માઇથોલોજિકલ ફિલ્મ ‘રામાયણ’ પર રહ્યો છે.
રણબીર કપૂરે ભગવાન શ્રીરામની ભૂમિકા માટે ખાસ રીતે ભાષા, બોડી લેંગ્વેજ અને તીર-કમાન ચલાવવાનું પણ શીખ્યું છે.
3 જુલાઈ 2025ના રોજ ફિલ્મની પહેલી ઝલક રિલીઝ થશે. પરંતુ આ પહેલા જ જાણીતા ટ્રેડ એનાલિસ્ટ તરણ આદરશને 7 મિનિટનો વીડિયો બતાવવામાં આવ્યો.
તરણ આદરશે કહ્યું:
“જય શ્રી રામ…રામાયણનો ફર્સ્ટ લુક અદભુત છે. આ માત્ર ફિલ્મ નથી, અનેક પેઢીઓ સુધી યાદ રહેશે. બોક્સ ઓફિસ પર તોફાન આવશે!”
ફિલ્મમાં કોણ કોણ રોલમાં છે?
- રણબીર કપૂર – શ્રીરામ
- સાઈ પલ્લવી – માતા સીતા
- યશ – દશાનન રાવણ
- સની દેઓલ – મહાબલી હનુમાન
- રવિ દુબે – લક્ષ્મણ
- અરુણ ગોવિલ – રાજા દશરથ
- લારા દત્તા – કૈકેયી
- રકુલ પ્રીત સિંહ – શૂર્પણખા
ફિલ્મનું દિગ્દર્શન ‘દંગલ’ ફેમ નિતેશ તિવારી કરી રહ્યા છે.
ક્યારે રિલીઝ થશે ફિલ્મ?
‘રામાયણ’ પાર્ટ-1 2026ની દિવાળીએ થિયેટર્સમાં રિલીઝ થશે.
ફિલ્મ માટે લોકોને મહાન અપેક્ષા છે.
માત્ર 7 મિનિટમાં જ ફિલ્મનો જબરદસ્ત ઈમ્પેક્ટ જોવા મળ્યો છે.
આ ફિલ્મ કદાચ બોલીવૂડના ઇતિહાસમાં સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ શકે છે.