જો તમે પોતાનો વ્યવસાય શરૂ કરવા ઇચ્છો છો, પણ મૂડીના અભાવે પીછેહઠ કરી રહ્યાં છો, તો આ સમાચાર ચોક્કસ તમને ઉત્સાહિત કરશે. ભારત સરકાર દ્વારા ચાલી રહેલી પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ હવે તમને ₹20 લાખ સુધીની લોન મળી શકે છે.
આ યોજના ખાસ કરીને નોન-એગ્રીકલ્ચર સેક્ટરના નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને નાણાકીય સહાય આપવા માટે બનાવવામાં આવી છે. પહેલા જ્યાં માત્ર 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવતી હતી, તે હવે વધારીને 20 લાખ કરી દેવામાં આવી છે.
સરકાર આપે છે ત્રણ કેટેગરીમાં લોન
પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ત્રણ પ્રકારની લોન આપવામાં આવે છે:
1.શિશુ કેટેગરી:
આમાં શરૂઆત કરી રહેલા વેપારીઓને ₹50,000 સુધીની લોન આપવામાં આવે છે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માગતા હોવ, તો આ સૌથી સારી શરૂઆત સાબિત થઈ શકે છે.
2. કિશોર કેટેગરી:
આ કેટેગરીમાં વ્યવસાય થોડો વિકસિત થઇ ચૂક્યો હોય, તો ₹50,000થી ₹5 લાખ સુધીની લોન મળી શકે છે.
3. તરુણ કેટેગરી:
જેમણે પહેલેથી લેવેલી લોન સફળતાપૂર્વક ચૂકવી છે, તેઓને વધુ વિકાસ માટે ₹5 લાખથી ₹10 લાખ સુધીની લોન મળે છે. નવી નિયમ મુજબ હવે તેમના માટે લોનની મર્યાદા વધારીને ₹20 લાખ કરવામાં આવી છે.
આ યોજના 2015માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. તેના દ્વારા લાખો યુવા ઉદ્યોગસાહસિકો અને નાના વેપારીઓએ પોતાના પગ પર ઊભા થવાનો મોકો મેળવ્યો છે.
અરજી કરવાની રીત
આ યોજનામાં ઓનલાઈન અને ઑફલાઈન બંને રીતે અરજી કરી શકાય છે.
- ઓનલાઈન અરજી:
સત્તાવાર પોર્ટલ www.udyamimitra.in પર જઈને અરજી કરી શકો છો. ત્યાં એપ્લિકેશન ફોર્મ ભરવું અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. - ઓફલાઈન અરજી:
તમારા નજીકની કોઈ પણ બેંક, નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (NBFC) અથવા માઇક્રોફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન (MFI) માં જઈને અરજી કરી શકો છો.
જરૂરી દસ્તાવેજો
-
આધાર કાર્ડ
-
પાન કાર્ડ
-
મતદાર ઓળખ કાર્ડ / પાસપોર્ટ / ડ્રાઈવિંગ લાઈસન્સ
-
તમારું વ્યવસાય પ્રમાણપત્ર
-
તાજેતરના યુટિલિટી બિલ (રહેઠાણ પુરાવા માટે)
વ્યવસાયના નોંધણી પુરાવા જેવા વ્યવસાયનું નામ, નોંધણી તારીખ વગેરે પણ જરૂરી રહેશે.
તમારી સફળતા માટે શ્રેષ્ઠ તક
પ્રધાનમંત્રી મુદ્રા યોજના છેતરપિંડી વિના સરળ પ્રક્રિયાવાળી સહાય યોજનાઓમાંથી એક છે. જો તમે નાના ધંધા કે સર્વિસ બિઝનેસ શરૂ કરવાનો વિચારી રહ્યાં છો, તો આ યોજનાનો લાભ લો અને તમારી સપનાઓને સાકાર કરો.