WhatsApp Group Join Now
Telegram Group Join Now

ઓલા-ઉબરમાં પીક અવર શું? હવે દોઢ નહિ, સીધું બે ગણું ભાડું! નવી ગાઇડલાઇન જાણો

આજકાલ શહેરમાં આવનારી-જતી ઘણી મુસાફરીઓમાં ઓલા-ઉબર જેવી એપ આધારિત ટેક્સી સર્વિસ જીવનનો અભિન્ન ભાગ બની ગઈ છે. પરંતુ ઘણીવાર ભાડા, ડ્રાઇવરની આવડત, અને બુકિંગ પછી કેન્સિલેશનને લઈને યાત્રીઓમાં અસંતોષ જોવા મળે છે. આવી સમસ્યાઓ નિવારવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઇડલાઇન 2025 જાહેર કરી છે.

What is the peak hour in Ola-Uber Not one and a half anymore,

આ ગાઇડલાઇનમાં ખાસ કરીને “પીક અવર”નો ઉલ્લેખ થયો છે. ચાલો પ્રથમ એ સમજીએ કે પીક અવર શું છે.

પીક અવર એટલે શું?

“પીક અવર” એટલે એવો સમય, જ્યારે કારની માંગ સૌથી વધારે હોય. ઉદાહરણ તરીકે:

  • સવારે ઓફિસ જતા સમય,

  • સાંજે પાછા ફરવાના ટાઇમ,

  • વેકેશન અથવા તહેવાર દરમ્યાન.

આ સમયે લોકોને ઝડપથી કેબ જોઈએ હોય છે, એટલે કંપનીઓ ભાડું વધારી દે છે. આ પ્રક્રિયા “ડાયનેમિક પ્રાઇસિંગ” કહેવાય છે.પીક અવર દરમ્યાન ડબલ ભાડું લાગશે

હવે નવી ગાઇડલાઇન પ્રમાણે, કંપનીઓ પીક અવરમાં બેગણું ભાડું વસૂલ કરી શકશે. અગાઉ 1.5 ગુણ સુધી જ ભાડું લેવાની છૂટ હતી. એટલે જો સામાન્ય ભાડું 100 રૂપિયા હોય, તો પીક અવરમાં હવે મહત્તમ 200 રૂપિયા વસૂલ થઈ શકે.

સાથે જ, નોન-પીક અવરમાં ભાડું ઓછામાં ઓછું બેઝ ફેરનું 50% રાખવું પડશે. એટલે ઓછા ભાડામાં મુસાફરી કરવાનો લાભ પણ મળશે.

ડેડ માઇલેજ માટે ભાડું મળશે

કમ્પનીયોને ડ્રાઇવર માટે ઓછામાં ઓછો બેઝ ફેર 3 કિલોમીટર નક્કી કરવો પડશે.
ડેડ માઇલેજ એટલે જ્યારે ડ્રાઇવર મુસાફરને લેવા ખાલી કાર લઈને આવે છે. હવે આ પણ ભાડામાં સામેલ થશે.

 બેઝ ફેર કોણ નક્કી કરશે?

બેઝ ફેર અલગ-અલગ વાહનો માટે રાજ્ય સરકાર નક્કી કરશે. દરેક કંપનીએ એ જ ધોરણ અનુસાર ભાડું લેવું પડશે.

કેન્સિલેશન પર દંડ

કેટલાક મુસાફરો કે ડ્રાઇવર્સ સતત રાઇડ કેન્સલ કરે છે. હવે:

  • ડ્રાઇવર કેન્સલ કરે તો કુલ ભાડાનો 10% (મહત્તમ 100 રૂપિયા) દંડ.

  • મુસાફર કેન્સલ કરે તો પણ એટલો જ દંડ લાગશે.

આથી ફાજલ કેન્સિલેશન ઘટી શકે.

ઓનલાઇન એગ્રીગેટર લાયસન્સ

કંપનીઓ માટે ઓનલાઇન પોર્ટલ બનશે, જ્યાં લાયસન્સ માટે અરજી કરી શકાશે. લાયસન્સ ફી 5 લાખ રૂપિયા રહેશે અને તે 5 વર્ષ માટે માન્ય રહેશે.

ડ્રાઇવરો માટે ઇન્શ્યોરન્સ ફરજિયાત

કંપનીઓએ દરેક ડ્રાઇવરને:

  • ₹5 લાખ હેલ્થ ઇન્શ્યોરન્સ

  • ₹10 લાખ ટર્મ ઇન્શ્યોરન્સ

આવશ્યક આપવું પડશે.

આ ડ્રાઇવરો અને તેમના પરિવારો માટે મોટું સુરક્ષા કવચ બનશે.

ગ્રિવન્સ ઓફિસર

કંપનીએ ફરજિયાત રીતે એક ગ્રિવન્સ ઓફિસર રાખવો પડશે, જે મુસાફરો અને ડ્રાઇવરોની ફરિયાદો ઉકેલશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top