ચીનની પ્રખ્યાત સ્માર્ટફોન કંપની Xiaomi હવે ઇલેક્ટ્રિક કારના ક્ષેત્રમાં પણ દાવ લગાવી રહી છે. ચીનમાં જબરજસ્ત સફળતા મળ્યા બાદ હવે કંપની 2027થી આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ પોતાની કારોની વેચાણ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. હાલ તેનુ ફોકસ ચીનના બજાર પર જ રાખવામાં આવ્યું છે, કારણ કે SU7 અને YU7 મોડલ માટે કંપનીને લાખો ઓર્ડર મળ્યા છે.
CEO લેઇ જુન શું કહ્યું?
Xiaomiના CEO લેઇ જુને લાઇવસ્ટ્રીમમાં કહ્યું કે, “2027 પછી અમે ચીન બહાર કાર વેચાણ પર વિચાર કરીશું.” આ માટે તેમણે સ્પષ્ટ કહ્યું કે, “હવે સુધી અમારે ઘરેલુ માર્કેટ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, કેમકે અત્યારે જ ઘણા ઓર્ડર બાકી છે.“
કેવી છે Xiaomi YU7?
Xiaomi YU7 કારમાં અદભૂત ફીચર્સ છે.
-
એક સિંગલ ચાર્જમાં 835 કિલોમીટર સુધી ચાલે છે.
-
ઑલ વ્હીલ ડ્રાઇવ અને પાવરફુલ બેટરી.
-
25 સ્પીકરનું પ્રીમિયમ ઓડિયો સિસ્ટમ.
-
ત્રણ મીની સ્ક્રીન અને ફ્લશ ડોર હેન્ડલ્સ.
-
ફ્યુચરિસ્ટિક ઇન્ટીરિયર અને 678 લીટર બૂટ સ્પેસ.
આ કારની માત્ર ત્રણ મિનિટમાં 2 લાખ બુકિંગ થઈ ગઈ હતી અને પહેલા જ કલાકમાં 3 લાખ બુકિંગ પહોંચી ગઈ હતી.
SU7 પણ કમાલની કાર છે
જુલાઇ 2024માં કંપનીએ પોતાની SU7 કારને ભારતના બેંગલુરુમાં યોજાયેલી ઇવેન્ટમાં શૉકેસ કરી હતી.
-
800 કિલોમીટર રેન્જ.
-
16.1 ઇંચની 3K અલ્ટ્રા ક્લિયર સેન્ટ્રલ સ્ક્રીન.
-
56 ઇંચનું Head-Up Display.
-
Adaptive Air Suspension અને પનોરામિક સનરુફ.
-
વિવિધ ડ્રાઇવિંગ મોડ્સ.
ભારત લૉન્ચની શક્યતા?
હાલ Xiaomi તરફથી ભારતમાં લૉન્ચ અંગે સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ, CEOના તાજેતરના નિવેદન અને ભારતમાં અગાઉ કારને શૉકેસ કરવાને કારણે આશા વધી ગઈ છે કે 2027માં જ્યારે કંપની આંતરરાષ્ટ્રીય વેચાણ શરૂ કરશે ત્યારે ભારતમાં પણ SU7 અને YU7 ઉપલબ્ધ કરી શકે છે.
કંઇને થશે ટક્કર?
ભારતમાં Xiaomiની ઇલેક્ટ્રિક કાર્સને ચીફ ટક્કર મળશે:
- Tesla: દુનિયાભરની જાણીતી EV કંપની.
- Vinfast: વીએટનામની કંપની, ભારતીય માર્કેટમાં પ્રવેશ કરી રહી છે.
- Tata, Mahindra, Maruti Suzuki, MG, Hyundai, Kia, BYD: જેમણે ઇન્ડિયન બજારમાં ઇલેક્ટ્રિક કાર્સનું નેટવર્ક મજબૂત કરી દીધું છે.
કેમ ખાસ છે Xiaomiની કાર્સ?
- લાંબી રેન્જ – 800+ કિલોમીટર.
- અત્યાધુનિક ફીચર્સ.
- પ્રીમિયમ ઇન્ટીરિયર.
- સ્પોર્ટી ડિઝાઇન.
- પ્રતિસ્પર્ધીઓ કરતા કિમંત વધુ એફોર્ડેબલ હોવાની શક્યતા.
Xiaomiએ સ્માર્ટફોન પછી કાર ઉદ્યોગમાં પણ જબરજસ્ત એન્ટ્રી કરી છે. ચીનમાં જ આ કાર્સના લાખો ઓર્ડર મળ્યા છે. જો કંપની 2027માં ભારતમાં લૉન્ચ કરે, તો EV માર્કેટમાં ટાટા, મહિન્દ્રા અને ટેસ્લા માટે નવી ચિંતાનો વિષય બની શકે છે. આગામી વર્ષની પ્લાનિંગ માટે સૌની નજર Xiaomi તરફ રહેશે.