National Herald Case માં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા નવી FIR દાખલ કરવામાં આવી છે.
બંને નેતાઓ પર ગુનાહિત કાવતરું ઘડવાનો અને કોંગ્રેસ સાથે જોડાયેલી કંપની AJL ને કપટથી કબજે કરવાનો આરોપ છે.
AJL પાસે આશરે ₹2,000 કરોડની સંપત્તિ હતી, જેને યંગ ઇન્ડિયન કંપની દ્વારા કથિત રીતે હસ્તગત કરાઈ.
આ FIR એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 3 ઓક્ટોબરે કરાયેલી ફરિયાદના આધારે PMLA ની કલમ 66(2) હેઠળ નોંધાઈ છે.
FIRમાં સેમ પિત્રોડા સહિત છ અન્ય વ્યક્તિઓ અને ત્રણ કંપનીઓના નામ પણ આરોપી તરીકે રાખવામાં આવ્યા છે.
યંગ ઇન્ડિયન કંપનીએ માત્ર ₹50 લાખ ચૂકવીને AJL પર નિયંત્રણ મેળવ્યું હોવાનો મુખ્ય આરોપ છે.
EDની ચાર્જશીટ પર રાઉઝ એવન્યુ કોર્ટ હવે 16 ડિસેમ્બર ના રોજ પોતાનો નિર્ણય જાહેર કરશે.
તાજા અપડેટ માટે જોડાઓ – અમારી વેબસાઇટ અને WhatsApp ચેનલ સાથે.