ટાટા મોટર્સે ઇલેક્ટ્રિક SUV સેગમેન્ટમાં ધમાલ મચાવી દીધી છે. કંપનીએ હેરિયર EVનું સ્ટેલ્થ એડિશન લોન્ચ કર્યું છે જે ₹28.24 લાખ (ex-showroom) થી શરૂ થતા ભાવે ઉપલબ્ધ થશે. આ નવું એડિશન બ્લેક-થીમ્ડ ડિઝાઇન અને ઍડવાન્સ્ડ ફિચર્સ સાથે આવે છે.
મુખ્ય હાઇલાઇટ્સ:
-
4 વેરિઅન્ટ્સ: Empowered 75 Stealth, Empowered 75 Stealth ACFC, Empowered QWD 75 Stealth, Empowered QWD 75 Stealth ACFC
-
રેન્જ: 627 km (MIDC), 480-505 km (રિયલ વર્લ્ડ)
-
પાવર: 238PS પાવર & 315Nm ટોર્ક
-
ફાસ્ટ ચાર્જિંગ: 10-80% ફક્ત 30 મિનિટમાં
સ્ટેલ્થ એડિશનના ખાસ ફિચર્સ:
- મેટ બ્લેક પેઇન્ટ સ્કીમ
- 19-ઇંચ પિયાનો બ્લેક અલોય વ્હીલ્સ
- કાર્બન લેથરેટ સીટ્સ & ઇન્ટિરિયર
- 10-સ્પીકર JBL ઓડિયો સિસ્ટમ
- લેવલ-2 ADAS સેફ્ટી ફિચર્સ
- 540-ડિગ્રી કેમેરા
- 7 ટેરેન મોડ્સ (ઑફ-રોડ, સ્નો, સેન્ડ વગેરે)
ભાવ (ex-showroom):
-
બેઝ વેરિઅન્ટ: ₹28.24 લાખ
-
ટોપ વેરિઅન્ટ (QWD): ₹30.23 લાખ
સ્પર્ધકો:
ટાટા હેરિયર EVનો સીધો સ્પર્ધા હુન્દઈ ક્રેટા ઇલેક્ટ્રિક અને મહિન્દ્રા XUV400 EV સાથે થશે.
સ્ટેલ્થ એડિશન ટાટાની ઇલેક્ટ્રિક રેન્જમાં મોસ્ટ પ્રીમિયમ ઑફર છે. જો તમે ₹30 લાખના બજેટમાં ફ્યુચરિસ્ટિક ફિચર્સ અને લાંબી રેન્જ ચાહો છો, તો આ SUV એક સારો વિકલ્પ છે.