ક્રિકેટના 180 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર કોઈ ટીમે એક ઇનિંગ્સમાં 800+ રનનો સ્કોર બનાવ્યો છે! સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબએ 30 જૂન, 2025ના રોજ ડરહામ સામે કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચમાં 9 વિકેટ પર 820 રન કરી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. આ સાથે જ 1899માં સમરસેટ સામે 811 રનના 126 વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખ્યો છે.
ડોમ સિબ્લીએ જડ્યો 305 રનનો વિશાળ સ્કોર
-
ઓપનર ડોમ સિબ્લીએ 475 બોલમાં 305 રન (29 ચોગ્ગા, 2 છગ્ગા) બનાવી ત્રેવડી સદી ફટકારી.
-
આ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેમની પહેલી ત્રેવડી સદી હતી.
-
ડેન લોરેન્સ (178 રન), સેમ કુરન (108 રન) અને વિલ જેક્સ (119 રન) સહિત 4 બેટ્સમેનોએ સદીઓ ફટકારી.
ડરહામના બોલરો પર પડ્યો કહર
-
ડરહામના બોલરો જ્યોર્જ ડ્રિસ્કેલે 45 ઓવરમાં 249 રન આપ્યા અને માત્ર 1 વિકેટ લઈ શક્યા.
-
રોડ્સ (3/131) સૌથી સફળ બોલર રહ્યા, પરંતુ સરેના બેટ્સમેન સામે તેઓ પણ નિષ્ફળ રહ્યા.
હવે ડરહામ પર દબાણ
-
બીજા દિવસના અંત સુધીમાં ડરહામ ટીમ 1 વિકેટ પર 59 રન જ બનાવી શકી.
-
સરેના 761 રનના લીડ સામે ડરહામને મુશ્કેલ લડત આપવી પડશે.