હિંદુ ધર્મમાં શનિદેવને ન્યાયના દેવતા તરીકે પૂજવામાં આવે છે. શનિવારે શનિદેવને વિશેષ પ્રસાદ ચઢાવવાથી તેમનો કોપ શાંત થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આજે આપણે જાણીશું કે શનિવારે કયા ખાસ ભોગથી શનિદેવને પ્રસન્ન કરવા અને ધાર્મિક ફાયદા મેળવવા.
શનિવારે શનિદેવને ચઢાવો આ 5 ખાસ પ્રસાદ
1. કાળા તલ – પાપનો નાશ અને શાંતિ
-
શાસ્ત્રો મુજબ, કાળા તલ ભગવાન વિષ્ણુમાંથી ઉત્પન્ન થયા છે અને શનિદેવને અત્યંત પ્રિય છે.
-
ઉપાય: શનિવારે કાળા તલનો પ્રસાદ ચઢાવો, પ્રાણીઓને ખવડાવો અથવા તલના લાડુ ભક્તોમાં વહેંચો.
2. અડદની દાળની ખીચડી – શનિ કોપ શમાવે
-
શનિ મંદિરોમાં અડદની ખીચડી મુખ્ય પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે.
-
ઉપાય: ખીચડી બનાવી શનિદેવને ભોગ ધરો અને ગરીબોમાં વહેંચો.
આ પણ વાંચોઃ CIBIL સ્કોર મફતમાં કેવી રીતે ચેક કરશો? PhonePe, Google Pay અને PayTM પર સરળ સ્ટેપ્સ
3. કાળા ચણા – રોગ અને દુઃખ દૂર કરે
-
કાળા ફોતરાવાળા ચણા શનિદેવને અર્પણ કરવાથી આરોગ્ય અને ધનલાભ મળે છે.
-
ઉપાય: ચણા + ગોળનો પ્રસાદ ચઢાવો અને પ્રાણીઓને ખવડાવો.
4. કાળા જાંબુ – શનિની કૃપા વધારે
-
જાંબુનો રંગ કાળો હોવાથી તે શનિદેવને પ્રિય છે.
-
ઉપાય: જાંબુ ચઢાવો, કાગડા અને કુતરાઓને ખવડાવો.
5. તેલ દાન – શનિ દોષ ટાળો
-
શનિવારે તેલ, કાળા કપડાં અથવા લોખંડની વસ્તુઓ દાન કરવાથી શુભ ફળ મળે છે.
આ પણ વાંચોઃ 26 જુલાઈ 2025 નું રાશિફળ: મંગળ-શનિનો ધન યોગ, જાણો કઈ રાશિના જાતકોને મળશે મોટો લાભ!
શનિવારે શનિપૂજાની વિશેષ મહત્વતા
-
શનિવારે ઓમ શં શનિશ્ચરાય નમઃ મંત્રનો જપ કરો.
-
શનિ સ્તોત્ર પાઠ કરો અથવા શનિ મહામૃત્યુંજય જપ કરો.
-
ગરીબોને અન્નદાન કરો.
જો તમે શનિ દોષથી પીડિત છો અથવા જીવનમાં સમસ્યાઓ આવી રહી છે, તો આ શનિવારે શનિદેવને આ ખાસ પ્રસાદ ચઢાવો અને ધાર્મિક લાભ મેળવો!