બોલિવુડના લોકપ્રિય અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) સ્ટારર મહાકાવ્ય ‘રામાયણ’નો ફર્સ્ટ લૂક આજે રિલીઝ થવાનો છે. જો કે, તે પહેલાં જ સોશિયલ મીડિયા પર ફિલ્મનો એક ફોટો લીક થઈ ગયો છે, જેમાં રણબીર ભગવાન શ્રી રામના દિવ્ય રૂપમાં દેખાય છે!
દિગ્દર્શક નિતેશ તિવારી (Nitesh Tiwari) નિર્દેશિત આ ફિલ્મને લઈને દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ છે. આ ફોટો લીક થતાં જ ફેન્સ અને ક્રિટિક્સ વચ્ચે ચર્ચા છેડાઈ ગઈ છે.
લીક થયેલ ફોટો: કેવો દેખાય છે રણબીર રામના રૂપમાં?
-
ફોટામાં ભગવાન રામ જોઈ શકાય છે, જેમના એક હાથમાં ધનુષ્ય અને ખભા પર તીરોથી ભરેલો તરકશ છે.
-
રણબીરના માથા પર મુગટ સાથેનું રૂપ દર્શકોને મંત્રમુગ્ધ કરી રહ્યું છે.
-
આ ફોટો X (ટ્વિટર) પર વાયરલ થઈ રહ્યો છે, અને ફેન્સ તેને રામાયણનો ફર્સ્ટ લૂક માની રહ્યા છે.
યશ રાવણ અને સાઈ પલ્લવી સીતા તરીકે
-
રોકિંગ સ્ટાર યશ (Yash) રાવણની ભૂમિકામાં હશે, અને તેમનો લૂક પણ ટ્રેન્ડ કરી રહ્યો છે.
-
સાઈ પલ્લવી મા સીતા તરીકે અને રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં જોવા મળશે.
-
સની દેઓલ હનુમાન અને અરુણ ગોવિલ રાજા દશરથ તરીકે ફિલ્મમાં હશે.
‘આદિપુરુષ’ vs ‘રામાયણ’ – ફેન્સની પ્રતિક્રિયા
-
ફેન્સ પ્રભાસ અને ઓમ રાઉતની ‘આદિપુરુષ’ સાથે ‘રામાયણ’ની તુલના કરી રહ્યા છે.
-
ઘણા યુઝર્સ માને છે કે નિતેશ તિવારીની ‘રામાયણ’ વધુ ઓથેન્ટિક અને ભવ્ય હશે.
રિલીઝ ડેટ અને અન્ય માહિતી
-
‘રામાયણ’નો પહેલો ભાગ દિવાળી 2026 અને બીજો ભાગ દિવાળી 2027 પર રિલીઝ થશે.
-
ફિલ્મમાં લારા દત્તા, રકુલ પ્રીત સિંહ અને ઈન્દિરા કૃષ્ણન જેવા અભિનેતાઓ પણ છે.