ગુજરાત હવામાન વિભાગે રાજ્યમાં અતિ ભારે, ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરી છે. આગામી 3 કલાક દરમિયાન વડોદરા, ડાંગ, નર્મદા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યાં ધોધમાર વરસાદની શક્યતા છે.
રેડ અને ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓ:
-
રેડ એલર્ટ (અતિ ભારે વરસાદ): બનાસકાંઠા, પાટણ, મહેસાણા, નવસારી, સુરત, તાપી
-
ઓરેન્જ એલર્ટ (ભારે વરસાદ): સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, ભાવનગર, વલસાડ, દાદરા-નગર હવેલી
યલો એલર્ટ (હળવો થી મધ્યમ વરસાદ):
અરવલ્લી, ખેડા, મહીસાગર, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી.
બંગાળની ખાડીની સિસ્ટમથી ચોમાસું સક્રિય
બંગાળની ખાડીમાં બનેલી હવામાની પરિસ્થિતિઓના કારણે ગુજરાતમાં નૈઋત્ય ચોમાસું મજબૂત બન્યું છે. રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે.
ડેમની સ્થિતિ અને સતર્કતા
-
11 ડેમ છલકાઈ ગયા, જ્યારે 20 ડેમ 80-99% ભરાયા છે.
-
અમરેલી, સાબરકાંઠા, નર્મદા જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે સતર્ક રહેવાની સલાહ.