ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 13.98% સરેરાશ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 20% થી વધુ, કચ્છમાં 17.57%, જ્યારે ઉત્તર ગુજરાતમાં માત્ર 8.16% વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 11.99% અને પૂર્વ મધ્ય ઝોનમાં 13.31% વરસાદ નોંધાયો છે.
ડેમની સ્થિતિ: 14 હાઈ એલર્ટ પર, 9 ડેમ 100% ભરાયા
-
14 ડેમ હાઈ એલર્ટ પર, 11 ડેમ એલર્ટ પર અને 9 ડેમ વોર્નિંગ પર.
-
9 ડેમ 100% ભરાયા, 25 ડેમ 70% થી વધુ ભરાયા.
-
નર્મદા ડેમ 51% ભરાયો છે.
સ્થળાંતર અને રેસ્ક્યુ
-
2,639 લોકોનું સ્થળાંતર, જેમાં ભાવનગરમાં 2,308 લોકો સ્થાનાંતરિત.
-
સુરેન્દ્રનગરમાં 134, બોટાદમાં 117 અને અમરેલીમાં 80 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા.
-
228 લોકોનું રેસ્ક્યુ કરાયું.
આગામી વરસાદની આગાહી
-
24 થી 30 જૂન દરમિયાન ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા.
-
દક્ષિણ ગુજરાત, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, ભાવનગર અને અમરેલીમાં મોટા વરસાદની આશંકા.