Actress Sargun Mehta ગુસ્સાથી લાલચોળ! કહ્યું- ‘હું બે વર્ષથી પ્રેગ્નેન્ટ છું, મને તો ખબર જ નથી!

ટેલિવિઝન અને પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું લોકપ્રિય નામ એટલે Actress Sargun Mehta. સરગુન અને રવિ દુબેની જોડીને ચાહકો ‘પાવર કપલ’ તરીકે ઓળખે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી આ કપલ તેમના કામ કરતા વધુ તેમની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. ખાસ કરીને સરગુનની પ્રેગ્નેન્સીને લઈને સોશિયલ મીડિયા પર અટકળોનો દોર ચાલી રહ્યો છે, જેના પર હવે અભિનેત્રીએ મૌન તોડ્યું છે અને અફવા ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે.

અફવાઓથી પરેશાન સરગુન મહેતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ

છેલ્લા બે વર્ષથી સોશિયલ મીડિયા અને વિવિધ ન્યૂઝ પોર્ટલ્સ પર એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે સરગુન મહેતા ગર્ભવતી છે. આ સતત ચાલતી અફવાઓથી કંટાળીને અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

સરગુને કટાક્ષ કરતા લખ્યું કે, “તમને એવી ગર્ભાવસ્થા વિશે કેવી રીતે ખબર પડી જેના વિશે મારા પતિ રવિ અને મને પણ ખબર નહોતી? કૃપા કરીને હવે આ બંધ કરો.”

‘અમારા કરતા લોકોને વધુ ખબર છે’

પોતાની પોસ્ટમાં સરગુન મહેતાએ વધુમાં ઉમેર્યું કે, “જે લોકો છેલ્લા બે વર્ષથી મારી પ્રેગ્નેન્સી વિશે દાવા કરી રહ્યા છે, તેઓ કદાચ અમારા કરતા પણ વહેલા જાણી જાય છે! જો તેમનું માનીએ તો હું છેલ્લા બે વર્ષથી પ્રેગ્નેન્ટ છું. આવી ખોટી અફવાઓ ફેલાવતા પહેલા અમારી ટીમ અથવા અમારી સાથે વાત કરી લેવી જોઈએ, તેમાં બહુ સમય નથી લાગતો.”

ચાહકોનું મળ્યું સમર્થન

સરગુનની આ સ્પષ્ટવક્તા પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચાહકો કોમેન્ટ બોક્સમાં અભિનેત્રીને સપોર્ટ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે કોઈ પણ મહિલાની પર્સનલ લાઈફ વિશે આ પ્રકારે પાયાવિહોણી વાતો કરવી ખોટું છે. 13 વર્ષના સફળ લગ્ન જીવન બાદ રવિ અને સરગુન અત્યારે તેમના પ્રોડક્શન હાઉસ અને એક્ટિંગ કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

સરગુન મહેતા અને રવિ દુબેના લગ્ન 2013માં થયા હતા. તેઓ ’12/24 કરૂલ બાગ’ ના સેટ પર મળ્યા હતા. હાલમાં સરગુન પંજાબી ફિલ્મોમાં સુપરસ્ટાર છે અને રવિ દુબે સાથે મળીને અનેક ટીવી શો પણ પ્રોડ્યુસ કરી રહી છે. સેલેબ્સની પર્સનલ લાઈફ પર થતી ગપસપ ઘણીવાર માનસિક તણાવનું કારણ બને છે, જેનો પડઘો આ પોસ્ટમાં જોવા મળ્યો છે.

Leave a Comment