આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 2 જુલાઈ 2025થી લાગુ થનાર 8 મુખ્ય નિયમ ફેરફારો જાહેર કર્યા છે. આ ફેરફારોમાં ટેસ્ટમાં સ્ટોપ ક્લોક, ટૂંકા રન પર 5 રનની પેનાલ્ટી, DRS પ્રોટોકોલમાં સુધારો અને બીજા મહત્વપૂર્ણ બદલાવોનો સમાવેશ થાય છે.
1. ટેસ્ટમાં સ્ટોપ ક્લોક નિયમ
-
નવો નિયમ: પાછલી ઓવર પૂર્ણ થયાના 1 મિનિટમાં આગલી ઓવર શરૂ કરવી જરૂરી.
-
પેનાલ્ટી: 2 ચેતવણી બાદ દરેક ઓવર માટે 5 રનનો દંડ.
-
લાગુ: ફક્ત 2025-27 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં.
2. ટૂંકા રન પર 5 રનની પેનાલ્ટી
-
જો બેટ્સમેન ઇરાદાપૂર્વક ટૂંકો રન લે, તો:
-
ફિલ્ડિંગ ટીમ સ્ટ્રાઈકર બેટ્સમેન પસંદ કરી શકશે.
-
બેટિંગ ટીમ પર 5 રનનો દંડ લાદવામાં આવશે.
-
3. લાળ પર નવી મર્યાદા
-
પહેલાં: લાળ મળતા બોલ તરત બદલાતો.
-
હવે: બોલ ત્યારે જ બદલાશે જો:
-
બોલ ખૂબ ભીનો હોય અથવા અસ્વાભાવિક ચમક હોય.
-
અમ્પાયરનો વિવેક નિર્ણાયક.
-
4. DRS પ્રોટોકોલમાં ફેરફાર
-
કેચ આઉટ રદ થાય તો: ટીવી અમ્પાયર LBW/અન્ય આઉટ તપાસશે.
-
પહેલાં: “નોટ આઉટ” ડિફોલ્ટ.
-
હવે: જો બોલ-ટ્રેકિંગમાં આઉટ મળે, તો બેટ્સમેન આઉટ જ ગણાશે.
5. બે અપીલો એક સાથે તો…
-
જો LBW + રન આઉટ અપીલ થાય:
-
પહેલા LBW તપાસાશે.
-
જો આઉટ મળે, તો બોલ ડેડ – રન આઉટ તપાસાશે નહીં.
-
6. કેચ પર નવો નિયમ
-
નો-બોલ પર કેચ:
-
જો કેચ વેલિડ હોય → બેટિંગ ટીમને ફક્ત 1 (નો-બોલ) રન.
-
જો ઇનવેલિડ → બેટ્સમેનના રન જશે.
-
7. ODI: 35મી ઓવરથી 1 જ બોલ
-
નવો નિયમ: 35મી ઓવરથી ફક્ત 1 નવો બોલ વાપરવાની છૂટ.
-
ફાયદો: ડેથ ઓવરમાં ફાસ્ટ બોલરોને મદદ.
8. બાઉન્ડ્રી પર કેચ
-
બાઉન્ડ્રી બહારથી બોલ સ્પર્શ:
-
ફક્ત 1 વાર ઉછાળીને પકડી શકાશે.
-
બીજી વાર ગેરકાયદેસર ગણાશે.
-