WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: વડોદરા, ડાંગ, નર્મદા સહિત 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

ગુજરાત હવામાન વિભાગે રાજ્યમાં અતિ ભારે, ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરી છે. આગામી 3 કલાક દરમિયાન વડોદરા, ડાંગ, નર્મદા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યાં ધોધમાર વરસાદની શક્યતા છે.

Heavy rain in Gujarat

રેડ અને ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓ:

  • રેડ એલર્ટ (અતિ ભારે વરસાદ): બનાસકાંઠા, પાટણ, મહેસાણા, નવસારી, સુરત, તાપી

  • ઓરેન્જ એલર્ટ (ભારે વરસાદ): સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, ભાવનગર, વલસાડ, દાદરા-નગર હવેલી

યલો એલર્ટ (હળવો થી મધ્યમ વરસાદ):

અરવલ્લી, ખેડા, મહીસાગર, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી.

બંગાળની ખાડીની સિસ્ટમથી ચોમાસું સક્રિય

બંગાળની ખાડીમાં બનેલી હવામાની પરિસ્થિતિઓના કારણે ગુજરાતમાં નૈઋત્ય ચોમાસું મજબૂત બન્યું છે. રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે.

ડેમની સ્થિતિ અને સતર્કતા

  • 11 ડેમ છલકાઈ ગયા, જ્યારે 20 ડેમ 80-99% ભરાયા છે.

  • અમરેલી, સાબરકાંઠા, નર્મદા જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે સતર્ક રહેવાની સલાહ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top