WhatsApp Group Join Now
Telegram Group Join Now

Amit Shah Gujarat Visit: 3 દિવસમાં ગાંધીનગર, અમદાવાદ અને બનાસકાંઠાને કરોડોની વિકાસ ભેટ; શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ અને બનાસ ડેરીના પ્લાન્ટની મુલાકાત!

બિહાર ચૂંટણીમાં ભવ્ય સફળતા મેળવ્યા બાદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ફરી એકવાર પોતાના વતન ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે આવ્યા છે. 5 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર, 2025 સુધીનો તેમનો આ પ્રવાસ માત્ર રાજકીય નથી, પરંતુ સામાન્ય જનતા માટે રોજગાર, મનોરંજન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત લઈને આવ્યો છે.

આ પ્રવાસમાં ગાંધીનગર, અમદાવાદ અને બનાસકાંઠા એમ ત્રણ મુખ્ય સ્થળો પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

5 ડિસેમ્બર: અમદાવાદ અને ગાંધીનગરમાં ધમાકેદાર પ્રારંભ

અમિતભાઈ શાહના આજના દિવસના મુખ્ય કાર્યક્રમોમાં અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ અને ગાંધીનગરના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે:

સમય કાર્યક્રમ સ્થળ
સવારે 10.30 કલાકે સ્વદેશી જાગરણ મંચ દ્વારા આયોજિત ‘સ્વદેશોત્સવ’નો ઉદ્ઘાટન સમારોહ. જીએમડીસી ગ્રાઉન્ડ, મેમનગર, અમદાવાદ
બપોરે 12 કલાકે નાબાર્ડ દ્વારા આયોજિત ‘અર્થ સમિટ 2025’ નો સમાપન સમારોહ. મહાત્મા ગાંધી કન્વેશન સેન્ટર, ગાંધીનગર
સાંજે 3.30 થી 5.00 કલાકે ગાંધીનગર કોર્પોરેશન દ્વારા નવનિર્મિત બગીચા, યોગ સ્ટુડિયો, રેલવે ઓવરબ્રીજ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ઉદ્ઘાટન. ગાંધીનગરના સેક્ટર 22, 27 અને LC-11 વિસ્તાર
સાંજે 5.30 કલાકે સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, નારણપુરા, અમદાવાદ
સાંજે 6.30 કલાકે ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ (ASF) 2025–26’ નો ભવ્ય પ્રારંભ (CM ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે). મોન્ટે કાર્લો ઓક્સિજન પાર્ક પાસે, સિંધુભવન રોડ, અમદાવાદ

શોપિંગ ફેસ્ટિવલના પ્રારંભ પ્રસંગે કાર્નિવલ પરેડને ફ્લેગ ઓફ કરવામાં આવશે અને ભવ્ય આતશબાજીનું આયોજન પણ થશે.

6 ડિસેમ્બર: બનાસકાંઠામાં બનાસ ડેરીને વિશેષ ભેટ

બીજા દિવસે અમિતભાઈ શાહ બનાસકાંઠાના પ્રવાસે રહેશે, જ્યાં તેમનું મુખ્ય ધ્યાન સહકારિતા ક્ષેત્ર અને મહિલા દૂધ ઉત્પાદકો પર રહેશે:

  • બનાસ ડેરી કાર્યક્રમો: બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે અને તેઓ પ્લાન્ટની મુલાકાત પણ લેશે.

  • સંવાદ: બનાસકાંઠાના મહિલા દૂધ ઉત્પાદકો સાથે સંવાદ કરીને તેમના પ્રશ્નો સાંભળશે.

7 ડિસેમ્બર: અમદાવાદને આવાસ અને સ્પોર્ટ્સની ભેટ

પ્રવાસના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને શહેરી વિકાસને વેગ આપશે:

  • આવાસ લોકાર્પણ: થલતેજમાં 861 EWS આવાસ અને નવા વાડજમાં 350 EWS આવાસનું લોકાર્પણ થશે.

  • પાર્ક/તળાવ: સાઉથ બોપલમાં ઓક્સિજન પાર્ક અને નવનિર્મિત વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ.

  • સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ: ગોતામાં મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ.

આ 3 દિવસીય પ્રવાસ દરમિયાન અમિતભાઈ શાહ યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન આધારિત પુસ્તકનું વિમોચન પણ કરશે અને BAPS દ્વારા આયોજિત પ્રમુખ વરણી અમૃત મહોત્સવમાં ભાગ લેશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top