સંયુક્ત આરબ અમીરાતનું દુબઈ (Dubai), જે વિશ્વના સૌથી સુરક્ષિત અને ગુનેગારો માટે ‘સ્વર્ગ’ સમાન માનવામાં આવે છે, તે હાલમાં એક સનસનાટીભર્યા દાવાને કારણે ચર્ચામાં આવ્યું છે.
-
ઘટના: ગેંગસ્ટર રોહિત ગોદારા (Gangster Rohit Godara) એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને દાવો કર્યો છે કે, તેણે દુબઈમાં બેઠેલા લૉરેન્સ બિશ્નોઈના સાગરિતની હત્યા કરાવી છે.
-
મૃતક: દાવો કરાયેલ મૃતકનું નામ જોરા સિધ્ધુ ઉર્ફે સિપ્પા (Jora Sidhu aka Sippa) છે.
-
સવાલ: જો આ દાવો સાચો હોય, તો Gangwar in Dubai ના આ કૃત્યે દુબઈની સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઊભા કર્યા છે.
આ ઘટના બાદ ગુજરાત સહિત સમગ્ર ભારતમાંથી દુબઈમાં આશરો લઈ રહેલા બુકીઓ અને અન્ય ગુનેગારોમાં ભારે વિમાસણ અને ગભરાટ ફેલાયો છે.
ગેંગવોરનું મૂળ: બિશ્નોઈ vs ગોદારા/ગોલ્ડી બ્રાર
રોહિત ગોદારા થોડા મહિનાઓ પહેલા સુધી ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ (Gangster Lawrence Bishnoi) માટે કામ કરતો હતો. જોકે, ગોદારા અને ગોલ્ડી બ્રાર (Gangster Goldy Brar) હવે બિશ્નોઈ ગેંગથી અલગ થઈ ગયા છે અને હવે તેમની વચ્ચે ખુલ્લો સંઘર્ષ શરૂ થયો છે.
રોહિત ગોદારાનો સનસનાટીભર્યો દાવો
13 નવેમ્બરની સોશિયલ મીડિયા પોસ્ટમાં રોહિત ગોદારાએ હત્યાની જવાબદારી સ્વીકારતા લખ્યું કે:
“…આજે જે દુબઈમાં લૉરેન્સના સાગરિત જોરા સિધ્ધુ ઉર્ફે સિપ્પાનું ગળું કાપીને હત્યા કરવામાં આવી છે, જે અમે કરાવી છે. આ લૉરેન્સનો હેન્ડલર બનીને અમારા ભાઈની જર્મનીમાં હત્યા કરાવવા માણસો મોકલ્યા હતા…”
ગોદારાએ આગળ દુબઈની સુરક્ષા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “લોકો કહે છે કે, દુબઈ સુરક્ષિત છે, તો અમારાથી દુશ્મની કરીને ક્યાંય પણ સુરક્ષિત નહીં રહીં શકાય.”
મૃતક જોરા સિધ્ધુ કોણ હતો?
સૂત્રોના જણાવ્યા અનુસાર, દુબઈમાં દાવો કરાયેલ હત્યાનો ભોગ બનેલો જોરા સિધ્ધુ (Jora Sidhu) લૉરેન્સ બિશ્નોઈ ગેંગ માટે એક મહત્વપૂર્ણ વ્યક્તિ હતો.
-
ભૂમિકા: જોરા સિધ્ધુ લૉરેન્સ બિશ્નોઈનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) હતો.
-
કાર્ય: તે લૉરેન્સ બિશ્નોઈના તમામ બેનંબરી આર્થિક વ્યવહારો અને નાણાકીય સંચાલનનું કામ કરતો હોવાનું માનવામાં આવે છે.
-
આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિ: રોહિત ગોદારાના દાવા મુજબ, સિપ્પા દુબઈમાં બેસીને કેનેડા અને અમેરિકામાં પણ લૉરેન્સના નામે ધમકીઓ આપતો હતો.
જોકે, આ હત્યાની કોઈ સત્તાવાર પુષ્ટિ સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવી નથી, પરંતુ ભારતીય ગેંગસ્ટર દ્વારા વિદેશની ધરતી પર હત્યાની જવાબદારી લેવાનો આ દાવો ગંભીર ગણાય છે.
આ Gangwar in Dubai એ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ગેંગસ્ટર્સના ઓપરેશનની હદ કેટલી વિશાળ છે, તેનો આંચકો આપ્યો છે.
